Keywords : પરિવર્તન અને શિક્ષણ
Abstract : સામાજિક પરિવર્તનનાં સાધન તરીકે કેળવણીની કેટલીક મર્યાદાઓ નડે છે. શિક્ષણમાં રાજકારણનો પ્રવેશ, પરીક્ષાલક્ષી કાર્યક્રમો, પરિવર્તન પ્રક્રિયા ધીમી, નિરક્ષરતાનું પ્રમાણ વધુ, અધિકારીઓની આપખુદશાહી, આચાર્યોની ઉદાસીનતા વગેરે બાબતો સામાજિક પરિવર્તન લાવવામાં અવરોધો ઊભા કરે છે. પરિવર્તન જ જીવન છે, જીવનનું નામ પરિવર્તન છે. બંધિયાર ખાબોચિયું ગંધાઈ ઉઠે,વહેતી નદીનું જળ હંમેશા શુદ્ધ રહી શકે છે. નદીના વહેતા પ્રવાહમાં જીવંતતા છે. જે પેલા ખાબોચિયામાં નથી. આમ, પરિવર્તન વિના જીવન અસરકારક ન રહે. આથી સમાજમાં પરિવર્તન સ્વાભાવિક છે. પરિવર્તન શબ્દ પોતે જ ગતિશીલતા સુધારવા કે કોઈ બનાવ બનાવવાના ભાવ ને પ્રગટ કરે છે. સમાજમાં કેટલાક પરિવર્તનો કરવા પડતાં હોય છે તેને આપણે પુનઃ રચના કહીએ છીએ, તે કોઈ ક્રાંતિ કે ઝુંબેશ જગાવીને કરીએ કે પછી કાયદાની મદદથી કરીએ, પરંતુ તે કરવા પડતાં પરિવર્તનો છે. પરિવર્તન એટલે સંસ્થાઓ તથા સમાજના જીવંત સભ્યોના વિચાર માના પરિવર્તનો ખ્યાલ પણ છે, એટલે સામાજિક પેરિવર્તન એક બાજુ સમાજના ભૌતિક પાસાના પરિવર્તનનો અર્થ ધરાવે છે અને બીજી બાજુ સમાજના સભ્યોના વિચાર, મૂલ્યોના વલણોના પરિવર્તનનો ભાવ પણ પ્રગટ કરે છે. આથી પરિવર્તન ઈચ્છવા યોગ્ય છે. સમાજની રચના અને કાર્ય સ્થિર નથી પણ પરિવર્તનશીલ છે. સામાજિક પરિવર્તન પ્રત્યેક સમાજની સહજ અને સ્વાભાવિક પ્રક્રિયા છે.
Download
KANISHK CHAVDA EDUCATION & CHARITABLE TRUST