Keywords : રણજી ટ્રોફી ટુર્નામેન્ટ, ભારતીય ક્રિકેટ ટીમ, રમતગમત , રણજીતસિંહજી
Abstract : રણજી ટ્રોફી ભારતીય ક્રિકેટનાં રીઢનાં હાડકા સમાન ઘરેલુ સ્પર્ધા છે, જેણે ૧૯૩૪થી આજદિન સુધી ભારતીય રાષ્ટ્રીય ટીમ માટે અસંખ્ય પ્રતિભાશાળી ખેલાડીઓ ઘડ્યા છે. જામનગરના જામસાહેબ રણજીતસિંહજીની યાદમાં શરૂ કરાયેલી આ ટુર્નામેન્ટે નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેલાડીઓને રાષ્ટ્રીય સ્તરે પહોંચવાની તક આપી, જેના પરિણામે સુનીલ ગાવસ્કર, કપિલ દેવ, સચિન તેંડુલકરથી લઈને વિરાટ કોહલી સુધીના ધુરંધરો ઉભા થયા. રણજી ટ્રોફી ખેલાડીઓને લાંબા ફોર્મેટમાં ધીરજ, શિસ્ત અને રણનીતિ શીખવે છે, જે ટેસ્ટ ક્રિકેટ માટે અનિવાર્ય છે. આજના સમયમાં IPL જેવી સ્પર્ધાઓ લોકપ્રિય હોવા છતાં, ભારતીય ટીમ માટે ટેસ્ટ અને ODI માટે જરૂરી મજબૂત પાયા હજુ પણ રણજી ટ્રોફી જ પૂરો પાડે છે. આ રીતે, રણજી ટ્રોફી માત્ર એક રમતિયાળ સ્પર્ધા નહીં પરંતુ ભારતીય ક્રિકેટની સફળતા, રાષ્ટ્રીય એકતા અને વૈશ્વિક શક્તિ તરીકે ભારતની ઓળખ પાછળનું મુખ્ય સાધન છે.
Download
KANISHK CHAVDA EDUCATION & CHARITABLE TRUST