Keywords : પ્રેડેટરી જર્નલ - સંશોધન જગતમાં પડકારો, અસર અને જાગૃતિ
Abstract : વિશ્વભરમાં શૈક્ષણિક સંશોધનનું મહત્ત્વ સતત વધી રહ્યું છે. સંશોધકો પોતાના જ્ઞાનને વૈજ્ઞાનિક સમુદાય સુધી પહોંચાડવા માટે સંશોધન લેખો પ્રકાશિત કરે છે. પરંતુ છેલ્લા દાયકામાં “પ્રેડેટરી જર્નલ (Predatory Journal)” નામની ખોટી પ્રકાશન પદ્ધતિઓ ઉદભવી છે, જે સંશોધકોને ઝડપી પ્રકાશન, નીચી ગુણવત્તા, અને ખોટા દાવાઓ દ્વારા આકર્ષે છે. આવી જર્નલો સંશોધન જગતમાં ગંભીર પડકાર રૂપે ઉભી થઈ છે. આ અભ્યાસમાં પ્રેડેટરી જર્નલ ની વ્યાખ્યા, લક્ષણો, ઓળખ માટેના માપદંડો, અને ભારતીય સંશોધન પર્યાવરણમાં તેની અસરનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. સાથે સાથે સંશોધકોમાં જાગૃતિ વધારવા માટે જરૂરી પગલાં, યુનિવર્સિટીની ભૂમિકા, લાઇબ્રેરી સેવાઓ અને નીતિગત સૂચનો રજૂ કરવામાં આવ્યા છે. સંશોધન દર્શાવે છે કે પ્રેડેટરી જર્નલ ના કારણે સંશોધનની ગુણવત્તા ઘટે છે, સંશોધકોની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઊભા થાય છે અને જ્ઞાનસર્જન પ્રક્રિયા નબળી પડે છે. નિષ્કર્ષે, Predatory Journal સામે લડવા માટે સંશોધકોની જાગૃતિ, મજબૂત નીતિઓ અને લાઇબ્રેરી આધારિત તાલીમ કાર્યક્રમો જરૂરી છે.
Download
KANISHK CHAVDA EDUCATION & CHARITABLE TRUST