Keywords : સરદાર વલ્લભભાઈ પટેલ, કિસાનોના ભાષણો, કિસાન સંગઠન, સામાજિક સુધારણા, બાળલગ્ન વિરોધ, આભડછેટ, કોમી ભાઈચારો, કિસાન સ્વમાન
Abstract : આ સંશોધનપત્રમાં સરદાર વલ્લભભાઈ પટેલના કિસાનોને ઉદ્દેશીને આપેલા ભાષણોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. સરદાર પટેલને સામાન્ય રીતે સ્વતંત્ર ભારતના “લોખંડ પુરુષ” તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તેઓ કિસાન આંદોલનના પ્રેરક, માર્ગદર્શક અને કિસાનોના ઉદ્ધારક તરીકે પણ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. પેપરના મુખ્ય ભાગમાં ઈ.સ. ૧૯૩૬ના કિસાન સંમેલનમાં પ્રમુખપદેથી આપેલા ભાષણના આધાર પર સરદાર પટેલે કિસાનોની ભૂખમરી, ગરીબી, આરોગ્યની અછત, શોષણ અને અજ્ઞાનતા અંગે વ્યક્ત કરેલા વિચારોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. સાથે જ જમીનદાર, શાહુકાર અને રાજસત્તાની શોષણકારી નીતિઓ પર કરેલી તેમની તીવ્ર ટીકા પણ રજૂ કરવામાં આવી છે. સરદાર પટેલ કિસાનોને પોતાની સંખ્યાબળ અને શ્રમશક્તિ ઓળખવા, સંગઠિત થવા અને સ્વમાનપૂર્ણ જીવન માટે સંઘર્ષ કરવા પ્રેરિત કરે છે. આ સંશોધનપત્રમાં સરદાર પટેલના સામાજિક સુધારણાસંબંધી વિચારો—જેમ કે બાળલગ્નનો વિરોધ, આભડછેટની નાબૂદી, કોમી ભાઈચારાનું સમર્થન અને પંચાયત દ્વારા વિવાદ નિવારણ—વિસ્તૃત રીતે રજૂ થયાં છે. તેઓ સ્વરાજને માત્ર રાજકીય સ્વતંત્રતા નહીં પરંતુ સામાજિક સમાનતા, માનવ ગૌરવ અને નૈતિક જવાબદારી સાથે જોડે છે.
Download
KANISHK CHAVDA EDUCATION & CHARITABLE TRUST