Keywords : ડાયસ્પોરા, એનઆરઆઈ અને સ્થળાંતર
Abstract : આજે વૈશ્વિકીકરણના ધસમસતા પ્રવાહોને પરિણામે સ્થળાંતરો એવાં ઝડપી બન્યાં છે કે તેમાંથી ‘ગ્લોબલ વિલેજ’ નો ખ્યાલ ઉપસ્યો છે. બીજી તરફ ગુજરાતીઓ ‘વેપારી કોમ’ તરીકે પંકાયા છે. તેને અનુરૂપ ‘લંકાની લાડી ને ઘોઘાનો વર’ તથા ‘જાવે જે કો નર ગયો, નાવે મંદિર માંહ્ય; જાય રળી જાવે થકી, તો પરિયા પરિયા ખાય’. જેવી મધ્યકાલીન કહેવતો આજે પણ જીવંત સ્વરૂપમાં ટકી રહી છે. વળી, આજે બ્રિટનમાં ગુજરાતીઓ સાત લાખ જેટલી મોટી સંખ્યા ધરાવે છે. ૨.૫૦ લાખ ગુજરાતીઓ તો બ્રિટનમાં જ જન્મ્યા છે. ૧૯૬૦ બાદ બ્રિટનમાં શરૂ થયેલા સ્થળાંતરો બતાવે છે કે ગુજરાતીઓ, ગુજરાત અને યુનિયન ટેરિટરી-દીવ અને દમણ ઉપરાંત યમન (એડન), મ્યાનમાર (બ્રહ્નદેશ), ફિજી, ઝામ્બિયા, ઝિમ્બાબ્વે, સુદાન, દક્ષિણ આફ્રિકા, તેમજ મોઝામ્બિકમાંથી પણ અહીં નાનીમોટી સંખ્યામાં આવ્યા છે. મોટા ભાગના ગુજરાતીઓ ટાન્ઝાનિયા, કેન્યા અને યુગાન્ડા જેવાં પૂર્વ આફ્રિકાના દેશોમાંથી હિજરત કરીને ૧૯૬૮ બાદ મોટી સંખ્યામાં આવ્યા છે.
Download
KANISHK CHAVDA EDUCATION & CHARITABLE TRUST