journalmucojor@gmail.com +91 91738 61986

સમાજના નિર્માણમાં શિક્ષણની ભૂમિકા અને જવાબદારી

Keywords : શિક્ષણ, સમાજ, સામજીકિકરણ,ભૂમિકા,જવાબદારી.

Abstract : શિક્ષણ એ એક એવી પરિસ્થિતિનુ નિર્માણ કરે છે જે નવી પેઢીનુ માનસિક, રાજકિય,સમજીકિકરણ કરીને જીવન પાથેય ને સરળ અને અવિરત બનાવે છે. શિક્ષણ એ સમાજ માં નાગરિકોનું ઘડતર કરવાનું કામ કરે છે. શિક્ષણ નુ સ્વરૂપ જ કાર્ય ની દૃષ્ટિએ સામાજિક છે અને તે સમાજની આવશ્યકતા માંથીજ નિર્માણ પામે છે. શિક્ષણશાસ્ત્ર માં વ્યક્તિત્વના સંતુલિત મૂલ્યો અને સર્વાંગી વિકાસ ને લક્ષ્યમાં માનવામાં આવ્યું છે. વ્યક્તિની નાની નાની બાબતોને જેવીકે વ્યક્તિત્વ,સૂઝ - સમાજ, સંસ્કૃતિ, ટેવ, આદતો, શોખ, કુશળતાઓ, નૈતિક, આધ્યાત્મિક વિકાસ વગેરે દરેક બાબતો પર શિક્ષણનો સંપૂર્ણ પ્રભાવ જોવા મળે છે. તેના દ્વારાજ ચારિત્ર નિર્માણ અને સામાજિકરણ થાય છે. સમાજશાસ્ત્રીઓ પણ શિક્ષણના સામાજિક સ્વરૂપ પર ભાર મૂકે છે. શિક્ષણ વ્યવસ્થાએ સમાજની પેટા વ્યવસ્થા હોય છે અને તે જ સંપૂર્ણ સમાજનું દર્પણ છે આજના પ્રવર્તમાન ઝડપી યુગમાં સમાજની રચનામાં શિક્ષણની ભૂમિકા અને જવાબદારી ખુબજ મહત્વ નું સ્થાન ધરાવે છે.શિક્ષણની વ્યવસ્થા શિક્ષણનું સંક્રમણ કરી સમજિકિકરણ દ્વારા વર્તન તથા વ્યક્તમતાનું ઘડતર અને નિયંત્રણ કરી અને જવાબદારી ઉપાડે છે. સમાજની રચનામાં શિક્ષણની ભૂમિકા અને જવાબદારી નીચેના મુદ્દાઓ દ્વારા સ્પષ્ટ થય શકે. - સર્જનાત્મક અને સુધારાત્મક સર્જન નું કાર્ય . - બુદ્ધિ તથા જ્ઞાન પ્રેરક - યોગ્ય કાર્ય પસંદગી - વ્યક્તિત્વ ઘડતર માટેનું સોપાન પૂરું પડવું. - સામાજિક પરિવર્તન અને અનુકૂલન સુધારવાનું કાર્ય. - પરિસ્થિતિ મુજબ ` સ્વ ` ની ગોઠવણી. - ` સ્વ ` તથા સમાજને ઉપયોગી કાર્ય. આમ સમાજની રચનામાં શિક્ષણની ભૂમિકા અને જવાબદારીઓ અનંત ગણી વધી જાય છે.

Download