journalmucojor@gmail.com +91 91738 61986

કાલિદાસની કૃતિઓમાં રાષ્ટ્રદર્શન

Keywords : કાલિદાસની કૃતિઓમાં રાષ્ટ્રદર્શન

Abstract : સંસ્કૃત સાહિત્યના મહાન કવિ કાલિદાસ સંવેદના અને પ્રાકૃતિક કૃતિના જ્ઞાતા છે, ભારતીય સંસ્કૃતિના અનવદ્ય જ્ઞાતા છે. એમ કહી શકાય કે કાલિદાસનું સાહિત્ય પૃથ્વીસૂક્તની જેમ ભારતીય ભૂમિનું કાવ્ય છે. હિમાલયથી લઇ કન્યાકુમારી સુધી અને કમ્બોજથી લઇ પૂરી સુધી ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પ્રકૃતિનું સમસ્ત સૌન્દર્ય કાલિદાસની કૃતિઓમાં જોઈ શકાય છે. સામાજીક અને પ્રાકૃતિક સૌન્દર્ય તથા શિષ્ટાચાર પણ ભરપુર પ્રમાણમાં આપણને કાલિદાસની કૃતિઓમાં મળી રહે છે. વિશ્વમાં ઘણા દેશો આવેલા છે છતાં કાલિદાસે ભારતની સભ્યતા-સંસ્કૃતિ-કલા-તત્વજ્ઞાન-સાહિત્ય-ઈતિહાસ, ભૂગોળ-ભાષા-પોષાક-જ્ઞાન-વિજ્ઞાન વિશે પોતાની સાતે કૃતિઓમાં વિશેષ ઉલ્લેખો કર્યા છે. જાણે કે તેમણે ભારતના મહાન વારસાના રક્ષણ માટે જ કવિતા લખી હોય. તેઓ ભારત સાથેના તેમના ભાવનાત્મક જોડાણને વ્યક્ત કરે છે. તેઓ રાષ્ટ્રના લોકો દ્વારા દેવતાઓ અને મહાપુરુષોને તેમના વર્ણનના મુખ્ય પાત્રો તરીકે રજૂ કરીને રાષ્ટ્રના પર્યાવરણ સાથે તેમની ભાવનાત્મક પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે. તેમની કવિતા, રાષ્ટ્રવાદથી છવાયેલી, ભારતના લોકોને ઉત્સાહિત કરે છે અને તેમને રાષ્ટ્રને સમર્પિત થવાની પ્રેરણા આપે છે.

Download