Keywords : વર્તમાન શિક્ષણ વ્યવસ્થાનું સમીક્ષાત્મક વિશ્લેષણ
Abstract : આ સંશોધન પેપરનો મુખ્ય હેતુ ભાર વિનાનું ભણતર અને ભારવાળાં ભણતર વચ્ચેના તફાવતને સમજી વર્તમાન શિક્ષણ વ્યવસ્થાનું સમીક્ષાત્મક વિશ્લેષણ કરવાનો છે. આધુનિક શિક્ષણ પ્રણાલીમાં વધતો અભ્યાસક્રમ, પરીક્ષા કેન્દ્રિત મૂલ્યાંકન અને સ્પર્ધાત્મક દબાણ વિદ્યાર્થીઓ પર માનસિક તથા શારીરિક ભાર ઊભો કરે છે. આ પરિસ્થિતિને ભારવાળાં ભણતર તરીકે ઓળખી શકાય છે, જેના પરિણામે વિદ્યાર્થીઓમાં તણાવ, ભય અને અભ્યાસ પ્રત્યે ઉદાસીનતા જોવા મળે છે. આ પેપર ભાર વિનાના ભણતરની સંકલ્પનાને વિશ્લેષિત કરે છે, જેમાં વિદ્યાર્થીના રસ, ક્ષમતા અને સ્વાભાવિક વિકાસને કેન્દ્રમાં રાખવામાં આવે છે. પ્રવૃત્તિ આધારિત, અનુભવાત્મક અને સમજ પર આધારિત શિક્ષણ દ્વારા શીખવાની પ્રક્રિયાને આનંદદાયક બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ અભ્યાસમાં બંને અભિગમોની તુલના કરીને વર્તમાન શિક્ષણ વ્યવસ્થાની ખામીઓ, પડકારો અને સુધારાની શક્યતાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. નિષ્કર્ષરૂપે એવું કહી શકાય કે ભાર વિનાનું ભણતર વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વધુ અનુકૂળ છે. તેથી શિક્ષણ વ્યવસ્થામાં ભાર ઘટાડીને ગુણવત્તાસભર, માનવકેન્દ્રિત અને જીવનોપયોગી શિક્ષણ અપનાવવાની આવશ્યકતા પર આ સંશોધન ભાર મૂકે છે.
Download
KANISHK CHAVDA EDUCATION & CHARITABLE TRUST