Keywords : વિધવાઓની સ્થિતિ, સાજ- શણગાર અને અલંકાર પહેરવા પર પ્રતિબંધ, સ્વાદિષ્ટ ભોજન જમવા પર પ્રતિબંધ, સતીપ્રથાનો ભય, શિક્ષણ અને મિલકતનો અભાવ, વિધવા પુનઃલગ્ન પ્રતિબંધ
Abstract : 19મી સદીમાં ભારતમાં અનેક પ્રકારના કુરિવાજો પ્રચલિત હતાં. જેમાં દીકરીને દૂધપીતી કરવાનો રિવાજ, બાળલગ્ન, કજોડાં લગ્ન, કન્યાવિક્રય, વરવિક્રય, સતીપ્રથા, વિધવા પુનઃલગ્ન પ્રતિબંધ, સ્ત્રી શિક્ષણ પ્રતિબંધ વગેરે પ્રવર્તતા હતાં. આ કુરિવાજોના પરિણામે સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ દયનીય બની ગઈ હતી. તેમાં પણ વિધવાઓની સ્થિતિ સૌથી ખરાબ હતી. તેમના ઉપર અનેક પ્રકારના સામાજિક ધાર્મિક પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા. વિધવા એટલે જે સ્ત્રીના પતિનું અવસાન થયું હોય તેવી સ્ત્રી. બાળલગ્નના પરિણામે સમાજમાં વિધવા સ્ત્રીઓની સંખ્યા ખૂબ વધી ગઇ હતી. આ સ્ત્રીઓ ઉપર અનેક પ્રકારના પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા જેમકે 1. જે દિવસે પતિનું અવસાન થાય તે જ દિવસે તેની પત્નીએ હાથમાં પહેરેલો ચૂડલો ભાંગી નાખવો, કપાળમાંથી ચાલ્લો ભૂસી નાખવો, સાદા સફેદ વસ્ત્રો પહેરવા. 2. પતિના અવસાનના બારમાં દિવસે વિધવા સ્ત્રીએ પોતાનું મૂંડન કરવાનું 3. સ્વાદિષ્ટ ભોજનનો ત્યાગ કરીને હંમેશ માટે સાદુ ભોજન જમવું 4. સામાજિક ધાર્મિક કે પોતાના ઘરના કોઈ પણ પ્રસંગમાં ગેરહાજર રહેવું કેમ કે એવું કહેવાતું કે વિધવાનું મોં જોવાથી અપશુકન થાય છે માટે તે હંમેશા સમાજ અને પરિવારના સભ્યોથી દૂર રહેતી. 5. આ સમયે સતીપ્રથા સમાજમાં ક્રુર રીતે ફેલાયેલી હતી અને તેનો ભય સતત વિધવા સ્ત્રીઓને રહેતો હતો. 6. આ સમયે સ્ત્રી શિક્ષણનો અભાવ હતો પરિણામે વિધવા સ્ત્રીએ હંમેશા આર્થિક રીતે પરિવાર પર નિર્ભર રહેવું પડતું હતું પરિણામે સાસરીમાં ઘણીવાર તેમનું દિયર, જેઠ અને સસરા દ્વારા શારીરિક માનસિક શોષણ કરવામાં આવતું હતું. અને બધા ત્રાસથી ઘણી વિધવા સ્ત્રીઓએ આત્મહત્યા પણ કરી લીધી હતી. આમ 19મી સદીમાં વિધવા સ્ત્રીઓની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. તેમને અનેક પ્રકારના ત્રાસ સહન કરવા પડતા હતા.
Download
KANISHK CHAVDA EDUCATION & CHARITABLE TRUST