Keywords : ભારતીય બુદ્ધધર્મ,વૈશ્વિક પ્રભાવ,અશોક, બૌધ શિક્ષા ,દક્ષિણપૂર્વ એશિયા
Abstract : ભારતમાં બૌદ્ધ ધર્મનો ઉદ્ભવ ઈ.સ. પૂર્વની છઠી સદીમાં ગૌતમ બુદ્ધના ઉપદેશોથી થયો. સમાનતા, અહિંસા, કરુણા અને મધ્યમ માર્ગના સિદ્ધાંતોને કેન્દ્રમાં ધરાવતો આ ધર્મ માત્ર ભારતીય સમાજ અને સંસ્કૃતિ સુધી સીમિત રહ્યો નહોતો, પરંતુ અશોક મહાનના પ્રયત્નો, ભિક્ષુઓની ધર્મયાત્રાઓ અને વ્યાપારિક માર્ગોના પ્રભાવથી એશિયાના વિવિધ પ્રદેશોમાં વ્યાપ્યો. દક્ષિણપૂર્વ એશિયા, ચીન, કોરિયા, જાપાન અને તિબેટ સુધી બુદ્ધધર્મે ધાર્મિક-સાંસ્કૃતિક તથા કળાત્મક પરંપરાઓને ઘડી છે. આધુનિક યુગમાં પણ બુદ્ધધર્મ ભારત અને વિશ્વના અનેક દેશોમાં પ્રસરેલો છે . આ સંશોધનપત્ર બુદ્ધધર્મના ઐતિહાસિક વિકાસ, તેના આંતરરાષ્ટ્રીય પ્રસાર અને વિશ્વ પર પડેલા સામાજિક-સાંસ્કૃતિક પ્રભાવનું વિશ્લેષણ કરે છે.
Download
KANISHK CHAVDA EDUCATION & CHARITABLE TRUST